Publisher’s Desk
ગણપતિની નજીક આવવું
______________________
નિષ્ઠાપૂવૅક એક વાસ્તવિક વ્યકિત સમજીને વિધ્નોનો નાશ કરતા ભગવાનની નજીક આવવાથી તમારો સંબંધ ઊંડો કરી શકો
______________________
Read this article in:
English |
Hindi |
Gujarati |
થાઇલેન્ડ જે મુખ્યત્વે બુધ્ધ રાષ્ટ્ર છે, તેનો હિંદુ ધમૅ “હિન્દુઇસમ ટુડે”માં ઘણા લેખોનો વિષય રહયો છે. ઘણા લોકોને આશ્રયૅ થાય કે તે દેશમાં ઘણા હિન્દુ મંદિરો છે, એક વિશાળ અને અત્યંત શણગારેલું ગણેશ મંદિર જે બેંગકોકના નાણાકીય જિલ્લાના મધ્યમાં છે. અમારા પત્રકારે કેટલાક લોકોને પૂછયું કે તેમના દેશમાં કેમ આટલા બધા લોકો હિન્દુ મંદિરમાં નિયમીત પૂજા કરે છે. એક સામાન્ય જવાબ હતો, “ ભગવાન બુધ્ધની પૂજા અમને આધ્યાત્મિક રીતે મદદ કરે છે જયારે હિન્દુ દેવાની પૂજા આપણા દૈનિક જીવનમાં મદદ કરે છે.”
મારા ગુરુદેવ શિવાય સુબ્રમુન્યસ્વામીએ આ જ વિચાર પર ભાર મૂકયોઃ “બધા અદભૂત દેવોમાં ભગવાન ગણેશ એ ભૌતિક લોકની ચેતનાથી સૌથી નજીક, ખૂબ સરળતાથી સંપકૅમાં આવી શકે અને રોજીદા જીવનમાં મદદ કરી ચિંતા દૂર કરી શકે. ભગવાન ગણેશની પૂજા કુદરતી રીતે બીજા દેવો તરફ દોરી જાય છે. ભગવાન ગણેશ એ મહાદેવ છે. જેનું ભગવાન શિવે જીવોની ઉત્ક્રાંતિ માટે સજૅન કયુઁ છે. આ હાથીના મુખ વાળા કલા અને વિજ્ઞાનના પ્રોત્સાહક, ધમૅના રક્ષક અને વિધ્નોના વિનાશક ભગવાન શિવના પ્રથમ પુત્ર છે. તેમની ઇચ્છા એક સચ્ચાઇના બળ તરીકે શિવના કમૅના કાયદાઓના સ્વરૂપે ત્રણે લોકમાં પ્રવૅતે છે.”
ઘણા મહાન ઋષિઓ અને હિન્દુ ધમૅના સંતોને ભગવાન ગણેશના દિવ્ય દશૅન થયા છે અને તેમણે તેનું વણૅન તેમના અનુયાયીઓ સાથે કયુઁ છે, આમ તેમની હિન્દુ ધમૅના ઇશ્વર પ્રત્યેની શ્રધ્ધા અને સમજણ વધી છે.
પ્રાચીન સમયમાં અવૈયાર તામિલ ઋષિ જેને ભગવાન ગણેશના દિવ્યદશૅન થયા હતા, તેમણે તેમના અનુભવને ભકિત કવિતામાં વણૅવ્યા છે. “વિનાયગ અહવલ”માં તેમણે લખ્યું “ આ પળે મને તમારો બનાવવાની ઇચ્છા થકી, તમે એક માતા સમાન, મારી સમક્ષ આવ્યા અને જન્મોની ભ્રમણાને દૂર કરી.”
આધુનિક સમયમાં ગુરુદેવે તેમના ગુઢ દ્રષ્ટિકોણ અને ગણેશના અનુભવોનુ વણૅન તેમના પુસ્તક “લવીંગ ગણેશ”માં કયુઁ છે. “એવા ઘણા આધુનિક વિચાર ધરાવતા હિન્દુઓ કે જેઓ પ્રશ્ર્ચિમના પ્રભાવમાં છે. તેવા હિન્દુઓ ગણેશને એક વાસ્તવિકતા તરીકે ગણતા નથી. તેમને માટે એ માત્ર પ્રતિક, અંધશ્રધ્ધા, બાળકો અને અભણને તત્વજ્ઞાન સમજાવવા માટેના પ્રતિક રૂપે છે. મેં તેમને મારી પોતાની આંખોથી જોયા છે. તેઓ મને સ્વપનામાં ઘણી વાર આવ્યા છે. અને તેમની વાસ્તવિકતાની મારા નીચલા મનને ખાત્રી કરાવી છે.”
૧૯૬૯ થી અમે ભારતની તીથૅયાત્રાએ ગોઠવી છે, જયાં ભકતોને ભગવાન ગણેશ અને બીજા દેવોના જીવનનો દૅષ્ટિકોણ બદલી કાઢે તેવા દશૅન થયા છે. આવા દશૅન જે તીથૅયાત્રાની તીવ્રતા અને આંતરિક પ્રયાસના લીધે થાય, જેમાં ઘણીવાર પથ્થર કે તાંબાની મૂતિઁ હલતી અથવા તેમના તરફ હસતી દેખાય અથવા માનવ જેવી આકૃતિ બની જાય. કેટલાક ભકતોએ બંધ આંખો સાથે, ઇશ્વરનો ચહેરો જોયો, એક જીવતા જાગતા વ્યકિતની જેમ.
જો કે આવા શકિતશાળી દશૅન બધાને નથી થતા, ૧૯૯૫માં સેંકડો હિન્દુઓએ બહુચર્તિત દૂધનો ચમત્કાર જે દુનિયાભરના મંદિરોમાં થયો હતો તેનો અનુભવ કયૉ. લોકોએ જોયું કે જયારે ભકતોએ ભગવાન ગણેશની મૂતિઁને દૂધ પીવડાવ્યું, ત્યારે તેમણે એ દૂધ પીધું. આ નોંધપાત્ર ઘટના દુનિયાભરમાં વીડીયો અને કમેરામાં રેકોડૅ થઇ હતી. આને લીધે ઘણા લોકોની ભગવાન ગણેશના અસ્તીત્વ પ્રત્યે શ્રધ્ધા વધી.
તેમના પ્રેરણાદાયી પ્રવચનમાં જે એમણે દક્ષિણ ભારતના પ્રાચીન મંદિરોમાં મોટી સંખ્યામાં ભેગા થયેલા દશૅકોને આપ્યું તેમાં ગુરુદેવ સમજાવ્યું કે પથ્થર કે ધાતુની મૂતિઓ એ ભગવાનના પ્રતિક માત્ર નથી તે એક સ્વરૂપ છે. જેના દ્ધારા તેમના પ્રેમ, શકિત અને આશીઁવાદ આ દુનિયામાં આવે છે. ઇશ્વર એ વાસ્તવિક વ્યકિત છે અને મંદિરમાં જવાનો હેતુ એ તેમના આશીઁવાદ ને અનુભવવાનો છે. તે વાત સમજવાથી ભકતો માટે મંદિર એક સાંસ્કૃતિક હોલમાંથી એક પવિત્રસ્થાનમાં પરિવતિઁત થાય છે. કેટલાક વાચકોને એ પ્રશ્ર્ન થાય કે મારા એ વાકય કે- ભગવાન ગણેશ અને બીજા દેવો એ વાસ્તવિક વ્યકતિઓ છે, તેનો અથૅ શું થાય? જો એ વાસ્તવિક હોય તો તેઓ કયાં રહે છે? આ પ્રશ્ર્નનો જવાબ આપવા, એક વિસ્તૃત વણૅન આપવું જરૂરી છે. હિન્દુ શાસ્ત્રો ત્રણ લોકના અસ્તિત્વ વિશે ઉલ્લેખ કરે છે. ભૌતિક સ્તર, અંતૅલોક અને સૂક્ષ્મ સ્તર.
SHUTTERSTOCK
A global God: Lord Ganesha embodied in an elegant life-like statue gracing the town of Kuta, Bali, Indonesia. The golden writing on His trunk includes the Sanskrit Aum.
ભૌતિક સ્તર એ જે આપણી પાંચ ઇન્દ્રીઓ આંખ, કાન, નાક, જીભ અને સ્પશૅ દ્વારા જે અનુભવીએ તે. ત્રણ લોકમાં આ સૌથી મયૉદિત, અસ્થાયી અને સતત બદલાતું રહે છે. આ ભૌતિક સ્તરમાં અંતૅલોક છે જે માનસિક – ભાવાત્મક ક્ષેત્ર છે. આપણે આ સ્તરમાં વિચાર અને ભાવનાએ દ્ધારા કાયૅ કરીએ છીએ અને તેમાં સંપૂણૅપણે ઊંઘ દરમીયાન અને મૃત્યુ પછી રહીએ છીએ. ત્યાં આપણા અપાથિઁવ શરીરમાં જે લોકો ઊંઘતા હોય, કે મૃત્યુ પામ્યા હોય અને ભૌતિક શરીર ન ધરાવતા હોય તેમને મળીએ છીએ. આપણે આ વચ્ચેના વિશ્વમાં આપણા વિચાર અને લાગણીઓ દ્વારા સતત કામ કરીએ છીએ.
આ અંતૅલોકમાં સૂક્ષ્મસ્તર રહે છે જે ઊંડા પ્રકાશ અને ધન્યતાનું વિશ્વ છે, સ્વગીઁય વિશ્વોમાં સવૅશ્રેષ્ઠ, જેનાં બધા ધમૉના શાસ્ત્રોમાં ખૂબ વખાણ થાય છે. આ પરાચૈતસિક મનની દુનિયા છે, જયાં ઇશ્વર અને બીજા અત્યંત વિકસીત આત્માઓ રહે છે. આ એ વિશ્વ છે જેમાં આપણે ઊંડા ધ્યાન અને મંદિરની પૂજા ધ્વારા પ્રવેશવાની કોશિશ કરીએ છીએ. આ સૌથી શુધ્ધ સ્તર દૂર નથી. તે આપણી અંદર, આપણા દિવ્ય સ્વરૂપ, આપણા અમર આત્મા સ્વરૂપે રહેલો છે.
મારા ગુરુદેવ હંમેશા કહેતા કે ધમૅ એટલે આ ત્રણ લોકનું એક સાથે સુમેળ ભયુઁ કાયૅ. એક પવિત્ર મંદિરમાં આપણે ઇશ્વર અને દેવોને સહેલાઇથી અનુભવી શકીએ છીએ એક શાંત, પવિત્ર શકિત સ્વરૂપે જે ઉન્નતિ આપે જયારે તે શકિત મૂતિઁમાંથી નિકળી ભૌતિક સ્તરમાં આવે. આ આશીઁવાદ એ પૂજાના સૌથી ઊંચા સ્તરે જયારે દિવાની જયોતિ ભગવાનની સમક્ષ રાખવામાં આવે અથવા પૂજા પછીની શાંત મનનની ક્ષણમાં અનુભવાય. ભગવાન ગણેશની શકિત એ નમ્ર અને સાંત્વન આપનારું બળ છે. વિધ્નવિનાયક સાથેના એક મામુલી મેળાપમાં આપણને મુલાધાર ચક્રની માનસિકતામાં સુરક્ષિત કરવાની શકિત છે, આ સ્મરણશકિતનું કેન્દ્ર છે જયાં ગણેશ બિરાજમાન છે. આ આશિઁવાદ આપણને નીચેના સાત ચક્રોથી ઉપર રાખે છે. જયાં ઇષૉ, ક્રોધ અને ભયની લાગણીઓ રહેલી છે.
તામિલમાં કહેવત છે, “ ગણેશ મારા આધાર છે” “ગણપતિ તુનાઇ” જે એ મતને વ્યકત કરે છે ભગવાન ગણેશ આપણી દેખરેખ કરે છે અને તેમના પ્રભાવ થકી આપણા જીવનમાં બધુ સારું થાય છે. તમે ગણેશ સાથે ગાઢ સંબંધ વિકસાવી શકો, જેમાં એ તમારા મિત્ર સમાન લાગે, જો તમે તેમને ભકિતયોગ દ્ધારા સમજવા માટે સમય કાઢો, સાધના, પ્રાથૅના, રટણ અને ભજન જેવી ભકિતમય પ્રવૃતિઓથી હદયમાં તેમના પ્રત્યે પ્રેમ જાગૃત કરો અને ઇશ્વરના આશિવૉદ માટે પોતાની જાતને સરળ બનાવો.
૨૨૦૦ વષૅ જૂના દક્ષિણ ભારતના શાસ્ત્ર તીરુમન્તીરમ કહે છે. “પાંચ હાથ છે જેના, હાથીના મુખવાળા, જેમની દંતશૂળ બહાર નિકળી છે, અધૅચંદ્રાકાર રૂપે, શિવના પુત્ર, શાણપણના ફૂલ સમાન, હદયમાં સ્થાપિત, તેમના પવિત્ર ચરણની હું પ્રશંસા કરું છું.”