સનાતન ધર્મએ ક્યારેય નાસ્તિકતાનો વિરોધ કર્યો નથી, અઃએના પ્રભુ વિશેના ગહન ચિંતનને કારણે નાસ્તિકતા મુશ્કેલ છે.
સદગુરુ બોધિનાથ વેયલાન સ્વામી

English |
German |
Gujarati |

વર્ષોથી મારા ઘણા પ્રવચનોમાં મે આધૂનીક વિશ્વ વિધાલયોની બિનસાંપ્રદાયીક વિચારધારાની હિંદુ યુવાવર્ગ પર થતી અસર વિષે વાતો કરી છે. આશ્ર્યજનક છે કે અહી ઉપસ્થિત કોઈ પણ માં – બાપ અને શિક્ષકોએ આ વિનાશકારી અસાધારણ ઘટના વિષે સાંભળ્યું નથી. હું સમજાવું છું કે વિશ્વ વિધાલયના વાતાવરણમાં તર્ક અને વિજ્ઞાનનું પ્રાધાન્ય હોય છે અને ધર્મ ગૌણ વિષય તરીકે રજૂ થાય છે કેટલાક શિક્ષકકારો એવી દલીલ કરે છે કે ધર્મ વિશેનો વિચાર એની ઉપયોગિતા વિતાવી ચૂક્યો છે અને એને છોડી દેવો જોઈએ. વર્ષોથી બૌધિક બિનસાંપ્રદાયિકતાની અસરના પરિણામે વિશ્વ વિધાલયના વિધાર્થીઓમાં, જે ધર્મમાં તેમનો ઉછેર થયો છે. તે ધર્મનો અસ્વીકાર કરવાનું મજબૂત વલણ દેખાય છે. થોડા અફવાદો સિવાય, આ વાત દરેક ધર્મના યુવાન ભાઈ – બહેનોને લાગુ પડે છે. આ અસ્વીકાર વિવિધ સ્વરૂપો ધારણ કરે છે. ત્રણ મુખ્ય સર્વ સામાન્ય કારણો: (૧) નાસ્તિકતાવાદમાં ધર્મ પરીવર્તન (૨) બિનસાંપ્રદાયીક માનવતાવાદનો અસ્વીકાર ( ૩) “ અધ્યાત્મવાદી પરંતુ અધાર્મિકતામાં પરીવર્તન.”
અધ્યાત્મકવાદી પરંતુ અધાર્મિક અને બિનસાંપ્રદાયીક માનવતાના વિષયો પર ભૂતકાળના ( Publisher’s Desk) પ્રકાશકના મેજ તરફથી પ્રકાશ પાડવામાં આવ્યો છે.

હું વ્યક્તિગતરીતે હિંદુ કુટુબોને જાણુ છું. જેના દીકરા અથવા દીકરી વિશ્વ વિધાલયના અભ્યાસ પછી માં – બાપ વિવાદમાં ઉતરે છે અને નીચે પ્રમાણે નિવેદન કરે છે: “વિશ્વ વિધાલયમાં મને શીખવવામાં આવ્યું છે કે વૈજ્ઞાનિક પદ્ધતિમાં વિશ્વાસ કરો. દરેક વસ્તુ સિદ્ધ કરી શકાતી હોવી જોઈએ. ભગવાનના અસ્તિત્વ વિષે કોઈ સાબિતી નથી. જેથી, હું હવે ભગવાનમાં માનતો નથી. હું નાસ્તિક છું,” ઘણા ખરા માં- બાપ આવા નિવેદનથી આશ્ર્યચકિત થઈ જાય છે અને એમને ખબર પડતી નથી કે એના પ્રત્યુતરમાં શું કહેવું અથવા કરવું જોઈએ.

મારી માં- બાપોને સલાહ હોય છે કે સૌ પ્રથમ તમારા બાળકના નૂતન દાર્શનિક દ્રષ્ટિકોણને જાણો અને સ્વીકારો ત્યાર પછી તક જોઈને, પ્રભુ વિષે હિંદુ પરંપરાનો વધુ વિશાળ અને મહત્વ પૂર્ણ દ્રષ્ટિકોણ – જે પશ્ર્વિમી દર્શન જેના મૂળમાં નાસ્તિકતા છે – તેની ભિન્નતા સમજાવો. સમજાવો કે જ્યારે ઘણાખરા લોકો પ્રભુ વિષે વિચારે છે – જેનો યુવાવર્ગે અસ્વીકાર કર્યો છે – તેઓ એને પુરુષ અથવા એક સ્ત્રી તરીકે વિચારે છે. ઘણા અધ્યાપકોનો આવો એક મત છે જ્યારે હિંદુધર્મમાં અને પૂર્વના બીજા ધર્મમાર્ગોમાં પ્રભુ સર્વવ્યાપક ચૈતન્ય અને ચૈતન્યના ગુણાતીત સ્ત્રોત છે.

મારા ગુરુજી, શિવાય સુબ્રમુનિયા સ્વામી,
પરમતત્વના ત્રણ પાસાને આ રીતે વર્ણવતા : ૧) પરમાત્મા અપ્રગટ સ્વરૂપે ગુણાતીત, અવર્ણનીય જે સમય, રૂપ અને અવકાશથી પરા છે. ૨) પરમાત્મા પાયાના મૂળભૂત ચૈતન્ય સ્વરૂપે સર્વવ્યાપક છે અને બધા રૂપોમાં વહી રહ્યા છે. ૩) પ્રભુ પરમાત્મા સ્વરૂપે સર્વવયાપક છે અને પાંચ દિવ્યકર્મો કરે છે – સર્જન, રક્ષણ, સંહાર, છુપાવવું અને પ્રગટ કરવું. જોકે પ્રભુ એકમાત્ર પવિત્ર રહસ્ય છે.

તમારા બાળકના નવા પ્રાપ્ત કરેલા નાસ્તિકતાવાદને સંબોધતા, બીજો તબક્કે દિવ્યતાના સિધ્ધાંતને વ્યક્તિગત સ્તર પર થી આવો. આપણે કહી શકીએ,” આ કદાચ વિચિત્ર લાગશે, પણ તમે સાકાર પ્રભુમાં માન્યા વિના હિંદુ ધર્મનું પાલન કરી શકો છો. તમારે ફકત તમારા પોતાના પર શ્રદ્ધા રાખવાની છે, તમારી જાતને પ્રશ્ર્ન પૂછો, ‘ શું હું અસ્તિત્વ ધરાવું છું ?’ અલબત એનો જવાબ છે: ‘હા’ , હિંદુદર્શનમાં વ્યક્તિના પોતાના અસ્તિત્વ અને એની પ્રકૃતિ પર ધ્યાન કરવાને ‘આત્મશોધ’ કહે છે, બીજો પ્રશ્ર્ન તમારી જાતને એ પૂછો: શું હું મારા ચૈતન્યના જુદા જુદા પાસાઓનો અનુભવ કરું છું? સકારાત્મક જેવા કે આત્મવિશ્વાસ અને નકારાત્મક જેવા કે લઘુતાગ્રંથિ, ભય, ક્રોધ અને ચિંતા? કદાચ તમે પૂરતા નસીબદાર હશો તો તમને રચનાત્મક મનોસ્થિતિનો અનુભવ થશે કે જેમાં તમે કઈક નૂતન નિર્માણ કરશો – નવી શોધ, કાવિતા અથવા ગીત, ફરીથી, સ્વાભાવિક ઉતર છે “હા”.

કલ્પના કરો કે ચેતનાની સ્થિતિ જાણે કે પારાવાળુ એક થર્મોમીટર છે, રચનાત્મક સ્થિતિ ઉપર તરફ છે અને નકારાત્મક નીચે તરફ, આત્મજ્ઞાનના માર્ગનો ઉદેશ એ શીખવાનો છે કે જાગૃતિ રૂપી પારને ઉપર તરફ કેવી રીતે રાખવો. જ્યારે આપણે આમાં કુશળતા પ્રાપ્ત કરી લઈએ છીએ ત્યારે થર્મોમીટરના ઉચ્ચતમ બિંદુ પર પહોચવાનું શક્ય બને છે. એજ છે દિવ્ય, સર્વવ્યાપી ચેતન તત્વ. આનું તથ્ય એ છે કે આ ચેતનતત્વ બધામાં છે અને હા, ઈશ્ર્વરમાં પણ વાસ્તવિક દ્રષ્ટિથી જોતાં, એને જ મહદ અંશે પરમાત્મા તરીકે વર્ણવાય છે.

હિંદુ ધર્મમાં, પ્રભુપ્રાપ્તિના આ માર્ગને અદ્વેત અર્થાત non- dualism અથવા એકાદ, અર્થાત monism કહેવામાં આવે છે. સર્વવ્યાપી ચૈતન્યને સંસ્કૃતમાં મહદ અંશે સચ્ચિદાનંદ કહે છે, જેનો શબ્દાર્થ થાય છે – “ અસતીત્વ – ચૈતન્ય – આનંદ.”

મારા ગુરુજી એ આનો આ અર્થ આપ્યો છે, “ સચ્ચિદાનંદ એ ભગવાન શિવનું દિવ્ય મન છે, અને સાથે સાથે એ દરેક જીવાત્માનું અતિમનસ છે. સચ્ચિદાનંદ એ પૂર્ણ – પ્રેમ, સર્વજ્ઞ અને સર્વશક્તિમાન ચૈતન્ય છે, જે વિશ્વના અસ્તિત્વનું મૂળભૂત કારણ છે, એ વિશ્વને પોતાનામાં સમાવે છે અને વિશ્વવ્યાપી છે. એને શુધ્ધ ચૈતન્ય, શુધ્ધકાર, અસ્તીતવનું ઉદગમસ્થાન, વગેરેથી વર્ણવામાં આવે છે. ધ્યાની અથવા યોગીનો એક ધ્યેય મનની કુદરતી મનોદશા, સચ્ચિદાનંદનો અનુભવ, યોગિક પ્રક્રિયાઓથી મનોનિગ્રહ કરીને કરવાનો છે. સચ્ચિદાનંદની અનુભૂતિ, મહેનત – દ્રઢનિશ્ચયી યોગી અથવા ધ્યાની સર્વમાં અંતર્ગતપ્રવાહિત એકત્વ સાથે એક રૂપ થઈને અથવા વિલીન થઈને કરી શકે છે. આ અનુભવને સવિકલ્પ સમાધિ કહેવાય છે. પરંગુરુ યોગાસ્વામી આ સ્થિતને આ રીતે સમજાવે છે:” સતચીત આનંદ એ એક છે. સચ્ચિદાનંદ સતા એટલે તમારું અસતીત્વ છે. ચિત એટલે સર્વવ્યાપક, પ્રકાશ જેવો કે સૂર્યપ્રકાશ, સર્વજ્ઞ- આનંદ એટલે દિવ્યાનંદ. આમ એ ત્રણ છે પણ ખરેખર એક છે. એ તમારો સ્વભાવ છે.” બીજા શબ્દોમાં, હિંદુ વિચાર પ્રમાણે આપણે પ્રભુના અસ્તીત્વને સર્વવ્યાપક પ્રભુચૈતન્ય, સચ્ચિદાનંદ તરીકે આપણાં અનૂભવોમાં અનુભવી શકીએ છે. આ એક પ્રભુના અસ્તિત્વને સાબિત કરવાનો આધ્યાત્મિક માર્ગ છે. આ શ્ર્ધ્ધાની પરિવર્તનશીલતા પર આધારિતા નથી. યોગાસ્વામીના દ્રષ્ટિકોણ પ્રમાણે, જો પ્રભુ દરેકનું છે, તો પ્રભુમાં ન માનવાપણું પોતાને ન માનવા બરાબર છે. એવું કોણે કરવું હોય?

સચ્ચિદાનંદની સ્થિતિને અદ્વેત જાગૃતિ અને મૂળભૂત જાગૃતિ જેવા શબ્દોથી પણ વર્ણવી શકાય અને કેટલાક વૈજ્ઞાનિક લેખો એવો સિદ્ધ્રાંત રજૂ કરે છે કે અદ્વેત જાગૃતિ વિશ્વનું મૂળભૂત કારણ છે. દા.ત. એમના ૨૦૧૬ ના લેખ “ Fundamental Awareness: A framework for Integrating Science, Philosophy and Metaphysics“ , નીલ ડી યીઈશ, એમ. ડી. અને મેનાસ સી. કફાટોસ, કોમ્યુટેશનલ પદાર્થશાસ્ત્રના પ્રાધ્યાપક – એમના વિદ્ધતાપૂર્ણ નિબંધના સારમાં એમના અભિપ્રાયો આ રીતે રજૂ કરે છે : મૂળભૂત જાગૃતિના અધ્યાત્મવિધાનું રેખાચિત્ર એવું છે કે અદ્રેત જાગૃતિ વિશ્વનું મૂળભૂત તત્વ છે. જે બીજા ઉચ્ચ સ્તરની વિલક્ષણા પારસ્પરિક ક્રિયાઓથી અથવા માળખામાંથી ઉદભવ્યું નથી. આ રેખાચિત્ર શંસોધનના ત્રણ ક્ષેત્રો જે ચૈતન્ય તત્વને સમજવા પ્રયત્નશીલ છે : વિજ્ઞાન, દર્શનશાસ્ત્ર અને અધ્યાત્મકશાસ્ત્રની સરખામણીઅને એકત્રીકરણ કરવામાં ઉપયોગી છે. આ રેખાચિત્ર જાગૃતિ (ચિત) મૂળભૂત સત તત્વ છે, જેને કોઈ પણ પ્રકારે ઘટાડી શકાય નહિ. જાગૃતિ અને સતતત્વ એક જ છે. એક રીતે જોતા, આ વિશ્વ અભૌતિક, સ્વસંયોજિત, પ્રક્રિયા – સંચાલિત, પુનરાવર્તીત, પારસપારિક, એક બીજાની પૂરક હોલાર્કી છે. આ વીશ્વ એનું પોતાનું સૌ પ્રથમ દર્શક અને વિષય છે.’ ધ્યાનપૂર્વક વિચાર કરતાં અને કર્મને અભિવ્યકત કરતાં વધારે મહત્વ આપે છેઅને સમજાવે છે કે ચૈતન્ય અટવ એ ‘મુશ્કેલ પ્રશ્ર’ નથી પરંતુ અસ્તિત્વનું પાયાનું તત્વ છે.

આ વિચારદ્રષ્ટિ પાશ્વાત્વ દાર્શનિક પરંપરાને સંપૂર્ણ રીતે રજૂ કરે છે અને વિભિન્ન સાંસ્કૃતિક ચિંતનાત્મક અને સૂકી આંતરદ્રાષ્ટિની પરંપરા પ્રમાણે તથા આધુનિક વૈજ્ઞાનિક વિચારધારના ગણિતશાસ્ત્ર પ્રમાણે રજૂ કરી શકાય છે. જે વાચકો, ક્વોલિયા(qualia) અને હોળાર્કી (holarchy) જેવા શબ્દોથી પરિચિત નથી- તો ક્વોલિયા એટલે ઈંદ્રિયજન્ય અનુભૂતિનું આંતરિક, આત્મનિસ્ઠ અંગ – જે ઈન્દ્રિયોના આહય બળોની ઉતેજનાથી ઉદભવએ છે. હોલાર્કી એટલે હોલોન વચ્ચેનું જોડાણ જેમાં હોલોન પૂર્ણ પણ છે અને અંશ પણ છે.

થિઈશ અને કફાટોસના આં લેખનો દ્રષ્ટિકોણ ઉત્સાહદાયક છે અને બતાવે છે કે વિજ્ઞાનના જગતમાં ધીરે ધીરે પ્રભુ વિષે અને એનાં આધુનિક પદાર્થશાસ્ત્રને સબંધિત વિચાર્ષારાણીમાં બદલાવ આવી રહ્યો છે. અમારી એવી આશા સીએચએચ કે આવનાર નજીકના ભવિષ્યમાં હિંદુ યુવકવર્ગ વિશ્વવિધાલયનો અનુભવ એમને એક હકારાત્મક નિષ્કર્ષ તરફ લઈ જાય અને વિશ્વવિધાલયથી ઘરે આવીને તેઓ એમના માં- બાપને કહે, “ હિંદુ વિચારદ્રષ્ટિ કે જે પ્રભુને વિશ્વનું મિળભૂત પાયાનું તત્વ ગણે છે, તેને આધુનિક વૈજ્ઞાનિક વિચારધારાએ સાબિત કર્યું છે અને એને ગણિતના સમીકરણમાં રજૂ કરી શકાય છે. આપણાં હિંદુ ઋષિઓએ હજારો વર્ષ પહેલા આં સિધ્ધ કર્યું હતું!”

જ્યાં સુધી આં પરીવર્તન થાય નહિ ત્યાં સુધી મહત્વનું છે કે માબાપ અને હિંદુ ધર્મના શિક્ષકો પાસે એમના યુવાવર્ગ માટે બિનસાંપ્રદાયિક, ધર્મ વિરુદ્ધ વિશ્વ વિધાલયના અનુભવ માટે યોગ્ય યોજના હોય, મારી સલાહ એ છે કે એ વાતને મહત્વતા આપો કે હિંદુ ધર્મ આપણા ચૈતન્ય તત્વની સમાજ અને ઉપાયોગીતા પર આધારિત છે. નકારાત્મક ભાવો જેવા કે ક્રોધ, ભય, ચિંતા અને આત્મસંદેહ પર વિજય પ્રાપ્ત કરવા, એમાં (હિંદુ ધર્મમાં) ઘણી સાધનાઓ છે. વધારામાં, એ ધ્યાનથી વિવિધ પદ્ધતિઓ બતાવે છે, જેના વડે આપણે અતિમાનસના આતરિક સુખ અને શાંતિની અનુભૂતિ કરી શકીએ છીએ; જે સર્વવ્યાપક ચૈતન્ય – જે સર્વત્ર ( સજીવ અને નિજીવ) વ્યાપેલું છે – તેના તરફ લઈ જાય છે. દીર્ધકાલ પહેલા શ્વેતાશ્વતર ઉપનિષદના ઋષિ કહે છે, ” એ પ્રભુ છે, બધઆં જીવોમાં છુપાયેલો છે, અંતરાત્મા છે, જે બધામાં છે. એ સર્જનનું કાર્ય નિહાળે છે, બધામાં રહેલો છે, સર્વને જુએ છે, એ શુધ્ધ ચૈતન્ય છે, જે ત્રિગુણાત્મક પ્રકૃતિથી પર છે.”