ઉચ્ચ ચેતના તરફનો માર્ગ

image

Publisher’s Desk

ઉચ્ચ ચેતના તરફનો માર્ગ

______________________

હિન્દુ સિધ્ધાંતો કેવી રીતે ચારિત્ર્ય ની શુધ્ધિ કરે છે જે મનને ક્રોધ અને ભયમાંથી કાઢી મનની ઉત્કૃષ્ટ અવસ્થાઓમાં લઈ જવા માટે જરૂરી છે, તેની તપાસ.

______________________

સતગુરુ બોધીનાથ વેલેનસ્વામી

image

Read this article in:
English |
Gujarati |
Tamil |
Spanish |

એ સાંભળવું અસામાન્ય નથી જયારે હિન્દુઓ અતિશયોક્તિયુક્ત પ્રશ્ન પુછે, “શું બધા ધર્મો સમાન નથી?” આમ તો, બધા ધર્મના લોકો આ પ્રશ્ન કરતા સાંભળાય છે. આને લગતું વાક્ય જે આ વાતને સમર્થન આપે છે : ” એક સદાચારી જીવન જીવવું અને જરૂરી લોકોની મદદ કરવી એ જ બધા ધર્મોનો સાર છે, ખરું ને?”

અમારા સંપાદકોનો વિશ્વના મુખ્ય ધર્મોનો અભ્યાસ, જે આ પુષ્ટીના શૈક્ષણિક અંત;દ્રષ્ટિ માં પ્રસ્તુત કર્યું છે, જે ધર્મો વચ્ચેની સમાનતા અને નોંધપાત્ર તફાવતો વર્ણવે છે. વિશ્વના ધર્મો વિષે સંક્ષિપ્તમાં માહિતી આપી અને સરળતાથી તુલનાત્મક લખાણ દ્વારા, આ લેખ એ વાતને દૂર કરે છે કે જે “ખોટી માન્યતા છે કે બધા ધર્મો સમાન છે, અને દરેક તેમના અનુયાયીઓને એક સરખી રીતે એક પરિપૂર્ણ અનુભુતિ તરફ લઈ જાય છે.”

ઉદાહરણ તરીકે, હિન્દુ દ્રષ્ટિકોણથી સ્વર્ગની પ્રાપ્તિ એ મુશ્કેલ નથી. પરંતુ ત્યાં ટકી રહેવું એ અઘરું છે. જે મુન્ડક ઉપનિષદમાં વર્ણવ્યું છે. મૃત્યુ પછી જેમણે દૈનિક કર્મકાંડ કર્યા હશે અને માનવજાતીના કલ્યાણ માટે સમય કાઢ્યો હશે, તેમને સ્વર્ગમાં પ્રવેશવાની કૃપા પ્રાપ્ત થાય છૅ. પરંતુ તેમના સારા કર્મોની મૂલ્યતા છેવટે વપરાઈ જાય છે અને તેઓ પૃથ્વી પર ફરી જન્મ લે છે. ઉપનિષદ બે માર્ગ બતાવે છે સ્વર્ગમાં રહેવાના અને આખરે તે ક્ષેત્ર પાર કરી ઈશ્વર સાથેની શાશ્વત એકરુપતામાં ભળી જવાના.

પહેલો માર્ગ એ એક શાંત મનની પ્રાપ્તિ અને ઈન્દ્રીઓ પર કાબુ, જે દુનિયાના સન્યાસ તરફ લઈ જાય અને ગુરુનો સ્વીકાર જે તેમના અનુયાયીઓને ઈશ્વરની અનુભુતિ તરફ લઈ જાય. બીજો માર્ગ જે મોટી ઉંમરે જંગલમાં નિવૃત થઈ, એકાન્તમાં રહી, તીવ્ર તપ અને ઈશ્વરની આરાધના કરવી. હિન્દુ માનસને એ વાત સમજાય છે કે સ્વર્ગમાં કાયમી રહેવા માટે ખાલી સદગુણી જીવન અને પરોપકારી કાર્યો કરતા બીજુ ઘણુબધુ જરૂરી છે.

જેમ કે આ લેખમાં ઉલ્લેખ કર્યો છે, ” હિન્દુ ધર્મ એ રહસ્યમય ધર્મ છે, જે તેના અનુયાયીઓને પોતાની જાતે અંદરની સચ્ચાઈનો અનુભવ કરાવે છે, છેવટે ચેતનાના ઉચ્ચ શેખર પર પહોંચાડે જ્યાં ઈશ્વર અને મનુષ્ય એક છે.” વીકીપેડિયા નો મત, જેમાં મેં થોડો ફેરફાર કર્યો છે તે આ મુજબ છે: “ઉચ્ચ ચેતના, કારણચિત્ત અને ઈશ્વર-ચેતના નો શબ્દપ્રયોગ હિન્દુ ધર્મમાં જે વ્યક્તિઓ ચેતનાની ઉચ્ચ કક્ષાનો વિકાસ ધારણ કરીને સચ્ચાઈને સમજ્યા છે તેમને માટે….. આ સંદર્ભમાં ઉત્ક્રાંતિ એ કુદરતી પસંદગી નથી જે મનુષ્યના પ્રજનન દ્વારા થાય પરંતુ ધાર્મિક જ્ઞાન દ્વારા માનવ જાતિની ઉત્ક્રાંતિ, અને મનની શુધ્ધતા જે ધાર્મિક અભ્યાસ દ્વારા થાય તે છે. પોતાના વ્યવહારુ કારભાર ઉપર આ જ્ઞાનની અસર થકી, સામાન્ય માણસમાં સુષુપ્ત હોય તેવી આવડતો જાગૃત થાય છે અને તેનો વિકાસ થાય છે. આ આવડતો ઉત્તેજીત થાય અને તેના વિકાસ સાથે સાથે બીજા સદગુણો જેમ કે સ્પષ્ટતા, ધીરજ, દયા, સચ્ચાઈ, નમ્રતા અને બીજા વ્યક્તિ પ્રત્યે ક્ષમાવૃત્તિ- આ ગુણો વગર ઉચ્ચ ચેતના શક્ય નથી.”

ચાલો આ ચેતના શબ્દને વધુ નજીકથી જોઈએ. અમારી હિમાલયન અકૅડમીના શબ્દકોશ નું વર્ણન: “સમજ્શક્તિ, જાગરુકતા, આશંકા. ચેતનાના ઘણા આવરણો અથવા સ્તરો છે, આપણા શરીર અને મનની સામાન્ય રોજીંદી ચેતનાથી લઈને કારણચિત્તની સર્વવ્યાપી ચેતના. ચેતના જ્યારે માત્ર પોતાની પર વાકેફ હોય ત્યારે તેને શુધ્ધ ચેતના કહેવાય.”

હિન્દુ ધર્મના સિધ્ધાંતો અને સાધનાઓની રચના એ આપણને ચેતનાના ઉંચા સ્તર પર લઈ જવા માટે થઈ છે, નકારાત્મક વલણથી હકારાત્મક તરફ, હકારાત્મક થી સર્જનાત્મક તરફ અને સર્જનાત્મક્તથી દૈવી જાણકારી તરફ, ઉંચી સ્થિતિ, જ્યાં આત્મા અને પરમાત્માની એકરુપતાની ચેતના છે. આ નાના પગલે, તબક્કા અનુસાર, ઘણા જન્મો પછી શક્ય બને છે.

સૌથી સામાન્ય નકારાત્મક ચેતના જેના ઉપર હિન્દુઓ પ્રભુત્વ મેળવવાની કોશિષ કરે છે તે ભય અને ક્રોધ છે. મારા ગુરુ સિવાય સુબ્રમુન્યસ્વામીએ ઘણી રીતો આપી આ પ્રભાવશાળી સહજવૃત્તિના બળોને ઓછા કરીને તેનો બીલકુલ છુટકારો આપવા માટે. તેમણે ભગવાન ગણેશ ની આરાધના પર ખાસ ભાર મૂક્યો. “ગણેશની આરાધના તાત્કાલિક થાય. વ્યક્તિ માત્ર એમનું સ્વરુપ યાદ કરી તેમના સર્વવ્યાપી મનનો સંપર્ક સાધી શકે. આપણા મહાન ભગવાન ગણેશ મુલાધાર ચક્ર પર શાંતિથી બેસે છે. આ ચક્ર યાદશક્તિના બળોનું નિયંત્રણ કરે છે. તેમની આરાધનાથી તમારી યાદશક્તિ મજબૂત થાય છે, ચારિત્ર્ય નું ઘડતર અને આંતરિક જ્ઞાન બહાર આવે છે. તે તેમને નીચેના બળોથી રક્ષણ આપે છે જે મુલધાર ચક્રોની નીચે રહેલા ઓછા જાણીતા ચક્રોમાં રહેલા છે. આ ધૂંધળા ચક્રો ભય, ક્રોધ, ઈર્ષા અને ગભરાયેલા વિચારો જે માત્ર પોતાની જાતના રક્ષણ તરફ હોય છે.તેના ઉપર કાબુ રાખે છે.”

હિન્દુ સિધ્ધાંતો અને સાધનાઓને અમલમાં મુકી ચેતનાના વિવિધ સ્તારોમાંથી આગળ વધવું એ પોતાની જાતના આત્મ સુધારા માટેના આધુનિક વિચારને મળતું આવે છે. તેમની વચ્ચે કેટલાક અગત્યના તફાવતો પણ છે. તે ઈશ્વર અને આત્માની મૂળ તત્વોમાં ગણતરી કરે છે. અને તે સમયનો મોટો ગાળો, જે પુનર્જન્મ માટે જરૂરી છે તેનો સમાવેશ કરે છે. આપણે આ બધા પરિવર્તનો કેટલાક જન્મો દરમીયાન થાય તેવી આશા રાખીએ છીએ, અને આપણે જાણીએ છીએ કે આપણા લક્ષ્યને હાંસીલ કરવા, આપણી પાસે જેટલો સમય જોઈયે તે છે.

જેમ આત્મ સુધારની કોઈ પણ પધ્ધતિમાં હોય, તેમ એ જરૂરી છે કે શરુવાત પહેલેથી થાય. હિન્દુ અભિગામમાં, તેનો મતલબ આપણાં વર્તન પર ધ્યાન આપવું અને તેની ખાત્રી કરવી કે તે ધાર્મિક આદર્શ સાથે સુસંગત છે. એક યોગ્ય શરુવાત પાયાના વૃત્તિજન્ય મનને કાબુમાં રાખવાથી થાય, જેનો સમાવેશ નીચેના ચક્રોમાં થાય છે તેમ માનવામાં આવે છે. દસ પ્રાચીન નિયંત્રણો, “યમ” આ નીચેની ચેતનાને કેવી રીતે નિયંત્રણમાં રાખવી તે શીખવે છે. અહિંસા, સત્ય, ચોરી ન કરવી, પવિત્ર આચરણ, ધીરજ, અચળતા, દયા, પ્રામાણિકતા, મિતાહાર અને શુધ્ધતા. જેમ આપણે આ બધા નિયંત્રણોને સિધ્ધ કરીએ, તેમ સંસ્કારી ચારિત્ર્યનો વિકાસ થાય, જેમ કે હિમંતવાન, ઉધ્યમી, આનંદીવલણ, નિરીક્ષણ અને આદર. ચારિત્ર્યનો વિકાસ એ હલકી ચેતનાથી ઉચ્ચ ચેતના તરફની એક કુદરતી ગતિ છે.

ચારિત્ર્ય એ માનસિક અને સૈધ્ધાન્તિક ગુણોનો સરવાળો છે જે દરેક વ્યક્તિ માટે અનોખો હોય છે. આધ્યાત્મિક માર્ગના સૌથી પહેલા તબક્કામાં ચારિત્ર્ય નું ઘડતર, સુધારો અને રૂપાંતર તરફના પ્રયત્નોંનો સમાવેશ થાય છે.

ચારિત્ર્યનું પાયાનું મહત્વ માત્ર ધર્મ માટે સીમીત નથી. આધુનિક માનસિક સ્વાસ્થની સ્કુલ, પોસીટીવ સાઈકોલોજી કહે છે,” અમે એ શોધી કાઢ્યું છે કે કેટલીક માણસનીં શક્તિઑ જે ખાસ કરીને માનસિક બિમારીઓથી બચાવે છે: હિમંત, આશાવાદીવલણ, લોકોમાં ભળવાની આવડત, કામ પ્રત્યેની નૈતિકતા, ઈચ્છા, પ્રામાણિકતા અને સતત પ્રયાસ. માનસિક બિમારીઓને અટકાવવાના મોટા ભાગના પ્રયત્નો મનુષ્ય શક્તિના વિજ્ઞાનના નિર્માણમાં જશે, જેનો ધ્યેય આ બધા મૂલ્યો જુવાન લોકોમાં સીંચિત કરવાનો હશે.” (પ્રો. માર્ટિન સેલીંગમેન, ઉનિર્વરસિટી ઓફ પેંસેલ્વેનિયા, ૧૯૯૮)

આ માનવ શક્તિને કેળવવાની સાથે સાથે, આપણે સ્વાર્થી ઈચ્છાઓથી પ્રેરિત થયેલા કાર્યોનો ત્યાગ કરીયે- જે આપણને વિશેષ મોજ્શોખ, સંપત્તિ અથવા માલમિલકત આપે પરંતુ આપણા કુટુંબ, મિત્રો કે સમાજ માટે કોઈ મદદ આપતું નથી.

સારા ચારિત્ર્યનું મૂળ ફરજમાં છે. આપણા બધાની કેટલીક ફરજો છે. હિન્દુ ધર્મમાં જે કુટુંબી જીવન જીવે છે તેમની ફરજો તેમની ઉંમર પ્રમાણે બદલાય છે. આને આશ્રમ ધર્મ કહેવાય. દાખલા તરીકે, બીજો આશ્રમ, ગૃહસ્થ, ૨૪-૪૮ વર્ષ દરમીયાન, મૂળ ધ્યેય કુટુંબના પાલનપોષણ અને વ્યવસાય તરફ હોય. કેટલાક એમ વિચારે છે કે આધ્યાત્મિક જીવન આપણને દુનિયાથી અને આપણી ફરજોથી દૂર લઈ જાય છે, પરંતુ, ફરજોનું સારું પાલન આપણી આધ્યાત્મિક ખોજને પરીપક્વ બનાવે છે, અને આધ્યાત્મિક સાધનાઓ આપણી ફરજોને વધુ તીવ્ર બનાવે છે.

જેમને નિષ્ઠાપૂર્વક ઉચ્ચ ચેતના તરફ પ્રયાસ કરવો હોય તેમણે એવા કાર્યો અપનાવવા જે નિસ્વાર્થ હોય, જે બીજાને સાચી મદદ કરે, જેમાં કોઈ વળતર, બક્ષીસ, વખાણ કે પ્રતિષ્ઠાની અપેક્ષા ન હોય. આ આપણા ચારિત્ર્યને પરિપક્વ બનાવે છે. ઘણીવાર આ સેવા મંદિર કે આશ્રમમાં અપાય છે, પરંતુ એને જીવનના બધા ક્ષેત્રમાં વિસ્તારવું એ ડહાપણભર્યું અને દૂરદર્શી છે, જેમ કે તમારા કામે બીજાની અપેક્ષાથી વિશેષ કરેલી મદદ, ખુશીથી અને ફરિયાદ વગર.

નિસ્વાર્થ સેવામાં જ્યારે ત્યાગનો સમાવેશ થાય ત્યારે તેમાં વિશેષ ઉંડાણ આવે, સારા કામને વ્યક્ત કરવા માટે જે ખૂબ પ્રિય હોય તેને જતુ કરવું, ભલે તે પૈસા, સમય, બુધ્ધિ કે ભૌતિક વસ્તુ હોય. ત્યાગ એ દાન સમાન છે પરંતુ તેમાં પોતાના ભોગનો સ્પર્શ છે, જેમ કે એક દિવસ ઉપવાસ કરી એ બચાવેલા પૈસા કોઈ હિન્દુ સંસ્થાને અથવા એક ખર્ચાળ વેકેશન ને બદલે સામાન્ય આવશ્યક વેકેશન લઈ, બચાવેલા પૈસાને દાનમાં આપવા.

નિસ્વાર્થપણું, કર્તવ્યાપરાયણતા અને ભય અને ક્રોધમાંથી છુટકારો મેળવવો એ ચારિત્ર્યના રૂપાંતર માટે અગત્યનું અને મુશ્કેલ કાર્ય છે. તેને પ્રાપ્ત કરીને, આપણે કુદરતી રીતે જ ભક્તિભાવ અને ધ્યાનની સાધનાઓ તરફ વળીએ છીએ. ઉપાસના, ધ્યાન અને કેટલાક યોગ તે પછી આપણા ચારિત્ર્યને શુધ્ધ કરવાની નવી શક્યતાઓ ઉભી કરે છે અને આપણી ચેતનાને ઉપર લઈ જાય છે. હિન્દુ ધર્મના રહસ્યવાદ પ્રત્યેના તબક્કાપૂર્વકના વલણને માટે ધીરજ જરૂરી છે. સાચી રીત સમજવાથી આ વલણ આપણને પરિપૂર્ણ જ્ઞાનનો એ અહેસાસ આપે છે કે આપણે આપણા અંતિમ ધ્યેય, જે ઈશ્વરની પરિપૂર્ણતાનો અનુભવ છે તે તરફ વાસ્તવિક પ્રગતિ કરી રહ્યા છીએ અને એ બાબતની હતાશાથી દૂર રાખે છે કે આપણે તેને હજુ સુધી હાંસિલ કર્યું નથી.

Leave a Comment

Your name, email and comment may be published in Hinduism Today's "Letters" page in print and online. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Scroll to Top