જીવનના ચાર તબક્કામાંથી પસાર થઈ પ્રગતિ કરીએ

image

Publisher’s Desk

જીવનના ચાર તબક્કામાંથી પસાર થઈ પ્રગતિ કરીએ

______________________

આશ્રમ ધર્મનું જ્ઞાન જિંદગીના દરેક તબક્કાને શ્રેષ્ઠતા અને ધ્યેય આપે છે, પરંતુ તેમાં નવા વિચારો ઉમેરવાની જરૂર છે.

______________________

સતગુરુ બોધીનાથ વેલનસ્વામી

Read this article in:
English |
Hindi |
Tamil |
Spanish |
Gujarati |
Marathi |

લંડનમાં રહેતા રાજીવના વર્ગના વિદ્યાર્થીઓ જોશીલા, નચિંત અને ભવિષ્યની જવાબદારીઓથી પર છે. તેઓ રાજીવને નીરસ ગણે છે- હોંશિયાર, દેખાવડો, બધાને ગમે તેવો પરંતુ આનંદ અને મજા કરવામાં નિષ્ફળ રહે તેવો. “જુવાની ઍક જ વાર આવે છે” જેરિમી ફરિયાદ કરે છે, “કેમ અમારી સાથે મજાક-મસ્તી નથી કરતો?” રાજીવ બીજી દુનિયામાં જીવે છે, જિંદગીની ચાર તબક્કામાં ગણતરી થાય છે તેવું તેણે તેના માતાપિતા પાસેથી શીખ્યું છે, અને કે આપણે ફરી ને ફરી પુન:જન્મ લઈએ છીએ- તેથી આપણે ઘણી જિંદગીમાં જુવાન રહ્યા છીએ. તે તેની શક્તિનો જરૂરી અને અગત્યના કામ માટે ઉપયોગ કરે છે, જ્ઞાન અને વ્યક્તિત્વના વિકાસ જે કુટુંબી જીવનની તૈયારી માટે જરૂરી છે, જેમાં તે વીસ વર્ષ પછી પ્રવેશ કરશે. બેવકુફીમાં વખત બરબાદ કર્યા વગર, તે ઍક દિવસ સંસ્કારી યુવતીનો હાથ માંગીને જીવનસાથી બનાવી, સંતાન પેદા કરવાની આશા ધરાવે છે. રાજીવ તેના વૃધ્ધત્વના વર્ષો વિશે પણ વિચારે છે જ્યારે તેની ફરજો પતાવીને, તે તેના આત્મસ્વભાવમાં ડૂબી, શાશ્વત રાજીવ, ઈશ્વરના અસ્તિત્વની અનુભૂતિમાં જિંદગીના બાકીના વર્ષો વિતાવશે. રાજીવને એ વાતની ખાતરી છે કે જિંદગીના દરેક તબક્કાનો એક સહજ હેતુ છે, અને કે દરેક તબક્કો પહેલા કરતા વિશેષ સંતોષ આપનારો છે. અત્યાર માટે તો તે ભણવા પર ખાસ ધ્યાન આપી મહેનત કરે છે, વચ્ચે થોડી આનંદ-મજા પણ કરે છે.

રાજીવની યોજના હિન્દુ માન્યતા પર આધારીત છે જેમાં વ્યક્તિનું જીવન ચાર તબક્કામાં વહેંચાયેલું છે, અથવા તો આશ્રમમાં. આ વહેંચણી, જેને આશ્રમ ધર્મ કહે છે તે શરીર, મન અને લાગણીઓનું આ ચાર વિકાસાત્મક તબક્કાઓમાંથી પસાર થઈ કુદરતી અભવ્યક્તિ અને પરિપક્વતા દર્શાવે છે. આનો ઉદભવ દાયકાઓ પહેલા થયો અને તેની વિસ્તૃત ટીપ્પણી શાસ્ત્રોમાં, જેમ કે ધર્મ શાસ્ત્રોમાં થઈ, ઍમાં ઍ વાત પર મહત્વ અપાયું છે કે આપણી ફરજો બદલાતી રહે છે જેમ આપણે જુવાનીમાંથી પુખ્ત ઉમરમાં, કે વડીલ કે વૃદ્ધ થઈઍ ત્યારે. મૈત્રી ઉપનીષદ કહે છે : “વ્યક્તિ જિંદગીના જે તબક્કામાં હોય, તેની ફરજો પ્રત્યેની સભાનતા- તેજ ખરેખર નિયમ છે. બાકી અન્ય બધુ ઍક દાંડીની શાખાઓની જેમ છે. આ ફરજની શાખા હંમેશા વ્યક્તિને ઉપર જ લઈ જાય જ્યારે બીજી બધી નીચે.”

ડૉ. ઍસ. રાધાકૃષ્ણ, હિન્દુ જીવનના અભિપ્રાય વિષે સંક્ષિપ્તમાં કહે છે: “ચાર તબક્કાઓ-બ્રહ્મચર્ય અથવા તો કેળવણીનો સમય, ગૃહસ્થ-દુનીયામાં ગૃહસ્થી તરીકે કામ કરવાનો સમય, વાનપ્રસ્થ- સામાજીક બંધનોથી મુક્તિનો સમય, અને સન્યાસ, અથવા તો સ્વાર્થત્યાગ અને મુક્તિની અભિલાષા- એ સુચવે છે કે જિંદગી એ આ ચાર તબક્કામાં પસાર થતા જીવન માટે તીર્થયાત્રા બની રહે છે.”

આ ઉદાહરણ દરેક હિન્દુ માટે જાતી કે લીંગના ભેદ વગર આજે પણ ઍટલુ જ મહત્વનું છે જેટલું તે હજારો વર્ષ પહેલા હતું. પરંતુ આ પ્રાચીન વર્ણન નું કદાચ આપણા આધુનિક જીવનમાં સંપૂર્ણ રીતે ભાષાંતર ન થઈ શકે. સમાજ હવે ઘણો બદલાઈ ગયો છે વેદીક સમયના ભારત કરતાં. દાખલા તરીકે, દરેક પચાસ વર્ષના વ્યક્તિ માટે વનવાસી સન્યાસી થઈ અન્ન માટે ભીખ માગવું શક્ય નથી. એ એક્વીસમી સદી ના સમાજને સ્વીકાર્ય ન હોય. કેટલાક દેશોમાં આવા વનવાસીને જેલમાં મૂકી દેવામાં આવે છે. આમ આધુનિક હિન્દુઓ માટે આ જીન્દગીના કુદરતી વિકાસના જ્ઞાન પર નવો સંદેશ લાવવો જરૂરી છે. શરુવાત માટે, આપણે રુઢીગત વર્ણન ની સમીક્ષા કરીએ.

પહેલો તબક્કો, અથવા આશ્રમ એ બ્રહ્મચર્ય- વિદ્યાર્થી જીવન- આ આશ્રમમાં હોય તેને બ્રહ્મચારી કહેવાય, “જેવો દૈવી આચરણ કરે છે.” આ સામાન્ય રીતે બાર વર્ષનો ગાળો હતો, ૭-૮ વર્ષથી ૧૯-૨૦ સુધી. વિદ્યાર્થી તે દરમીયાન ગુરુના ઘરમાં રહી શાસ્ત્રો, તત્વજ્ઞાન, વિજ્ઞાન અને ન્યાય શાસ્ત્રનું જ્ઞાન મેળવતો. તેને વેદીક યજ્ઞ કેવી રીતે કરવો તે પણ શીખવવામાં આવતું. બ્રહ્મચારીને વર્તનમાં ચોકસાઈ પૂર્વકની શીસ્ત જાળવવી પડતી-બ્રહ્મચર્ય, સાચું બોલવું, વાચામાં નમ્રતા, શારીરિક સાદગી અને સંયમ, જેમ કે ઠંડા પાણીએ નાહવું અને રાત્રે ખૂબ ઓછું ખાવું. ગુરુની સેવા અને ઘરકામની ફરજો એ પણ તેના ઔપચારિક ભણતર સાથે જોડાયેલા હતા.

બીજો તબક્કો એ ગૃહસ્થ જીવનનો, આ આશ્રમમાં જે હોય તેને ગૃહસ્થી કહેવાય.

ઘરે પાછા આવ્યા પછી, આ વિદ્યાર્થી પાસે લગ્ન કરી કુટુંબની જવાબદારીની આશા રખાતી. પ્રામાણિક રીતે સારી કમાણી કરી પત્ની અને બાળકોનું ભરણપોષણ, માતાપિતાને મદદ કરી, ઉદાર ભાવે દાન ધર્મ કરવાની આશા રાખવામાં આવતી. તેની ધાર્મિક ફરજોમાં શાસ્ત્રોનું પઠણ અને ઘરે રોજીંદી વેદિક યજ્ઞની વિધિનો સમાવેશ થતો.

ત્રીજો તબક્કો, વાનપ્રસ્થ- વનવાસી જીવનનો. આ આશ્રમમાં જે હોય તેને વાનપ્રસ્થ કહેવાતા- “જંગલ માં રહેવાવાળા”. સામાન્ય રીતે ૫૦-૫૫ ની ઉંમરમાં, પૌત્ર-પૌત્રીના જન્મ પછી, શાસ્ત્રો જણાવે છે કે, ગૃહસ્થી કુટુંબની જવાબદારીઓ તેમના બાળકોને સોંપી, જંગલમાં નિવૃત થાય છે. તે તેની પત્નીને લઈ જઈ શકે જો તેને આ સાદગીનું જીવન જીવવાની તૈયારી હોય અથવા તેને પુત્રો પાસે મુકીને જઈ શકે. તે પોતાની દૈનિક યજ્ઞની વિધિ ચાલુ રાખી, સંયમથી પોતાની જાતને ઈશ્વરના ધ્યાનમાં સમર્પણ કરે, તેની જાતને આમ જીન્દગીના આખરી તબક્કા માટે તૈયાર કરે.

ચોથો તબક્કો શાસ્ત્રોમાં સુચાવ્યો છે-સન્યાસ- સ્વૈછિક ત્યાગ. આ આશ્રમમાં હોય તેને સન્યાસી કહેવાય. જ્યારે જંગલમાં નિવૃત થયેલા જોઈતું મનોબળ કેળવી બધી માલમિલકત છોડી એક રઝળતા સાધુની જેમ જીવવા તૈયાર થાય, ત્યારે તે તેની પત્નીને સંતાનની દેખરેખમાં સોંપી, સન્યાસને અપનાવી શકે. આ તબક્કામાં તેને એક જગ્યાથી બીજી જગ્યા સતત ફરતા રહેવું પડે છે, ભીક્ષા માંગીને પોતાને જપ, ધ્યાન અને પૂજાપાઠમાં તેમજ શાસ્ત્રોના મનોમંથનમાં સમર્પિત કરે છે.

આ પૂરાણીક આશ્રમના વર્ણનને આજના આધુનિક સમયમાં કેવી રીતે લાગુ પાડી શકાય એ બાબત પર ધ્યાન આપી મારા ગુરુ શિવાય સુબ્રમુન્યસ્વામી એ વિચાર્યું, આધુનીક સમયમાં દરેક આશ્રમ ૨૪ વર્ષનો હોવો જોઈયે; સ્ત્રી-પુરુષ માટે સરખો જ: બ્રહ્મચર્ય પહેલા ૨૪ વર્ષ, ગૃહસ્થ ૨૪-૪૮, વાનપ્રસ્થ ૪૮-૭૨ અને સન્યાસ ૭૨ પછી.

બ્રહ્મચર્યનો ધ્યેય આજે પણ એજ રહે છે, પરંતુ અમુક વર્ણન આજે શક્ય ન બની શકે, જેમ કે ગુરુના ઘરે રેહવાનું. આજે પણ લક્ષ્ય ખૂબ જ જ્ઞાન મેળવવું તેના પર રહે છે. મોટા થઈને જે વ્યવસાય કરવો હોય તેની કેળવણી આપવામાં આવે છે. ધાર્મિક દિશા તરફ, હિન્દુ ધર્મનું પાયાનું જ્ઞાન મેળવવામાં આવે છે, મન્ત્રો શીખી, ઘરમાં પૂજા, જે આજના આધુનિક જીવનમાં વેદિક યજ્ઞને બદલે થાય છે, તે શીખવામાં આવે છે. વિધ્યાર્થીઓમાં આજ્ઞાપાલન, શિસ્ત, બ્રહ્મચર્ય અને બીજા સારા ચારીત્ર્યના લક્ષણો કેળવવામાં આવે છે.

ગૃહસ્થ જીવનનું વર્ણન પણ આજના સમય માટે સાચું છે. ખાસ મહત્વ લગ્ન, સંતાન પેદા કરી તેમને ઉછેરવામાં, સામાજિક સેવા પોતાની કારકિર્દી દ્વારા, પૈસાની કમાણી, વૃધ્ધોની કાળજી કરવામાં અને ધર્માદા બનવામાં છે. ઘરમાં રોજ પૂજા કરવામાં આવે છે જેનું આદર્શ છે કે ઘરના બધા તેમાં ભાગ લે. આજે ગૃહસ્થી એ પોતાના બાળકને હિન્દુ ધર્મ શીખવવા માટે સૌથી પહેલો શિક્ષક બની રહે છે, જે પ્રાચીન કાળમાં ગુરુની ફરજ બની રહેતી. આ દુનિયાદારીમાં વ્યસ્ત રહેલો તબક્કો, વ્યક્તિના કુટુમ્બ અને વ્યયસાયને આગળ વધારે છે.

આમ તો વાનપ્રસ્થ જીવનમાં જ ખાસ કરીને જુની વ્યાખ્યાઓને ફરી વિચારવાની જરૂર છે. ૪૮ વર્ષે સન્યાસી થઈ જવું એ મોટા ભાગના લોકો માટે શક્ય નથી. તેના કરતા મારા ગુરુ આ સમય વડીલ તરીકે યુવાનોને સલાહસૂચન અને માર્ગદર્શન આપવાનો વર્ણવ્યો. બ્રહ્મચારી અને ગૃહસ્થી ખાસ કરીને વાનપ્રસ્થ વ્યક્તિઓના વર્ષોના અનુભવનો લાભ લઈ શકે, દાખલા તરીકે, ઘણા હિન્દુઓ આ તબક્કામાં યુવાનોના માર્ગદર્શક બની શકે, સામાજીક કાર્યક્રમ દ્વારા, બાળકોને હિન્દુ ધર્મ શીખવાડીને મંદિરની જુદી જુદી સમિતિઓમાં ભાગ લઈ, મંદિરના ટ્રસ્ટી મંડળમાં જોડાઈ, કે બિનસાંપ્રદાયિક ધર્માદા મંડળોમાં નેતા બનીને. આ સમય પોતે જે મેળવ્યું છે તે સમાજને પાછું આપવાનો છે, જ્યારે વ્યાવસાયિક અને સાર્વજનિક જીવનથી ધીરે ધીરે નિવૃત થવાનો છે.

સન્યાસ આશ્રમ નો માપદંડ પણ ઘણો વિસ્તૃત થઈ ગયો છે. ખૂબ જ ઓછી સંખ્યામાં આધુનિક હિન્દુ નિવૃતિ પછી સન્યાસ લઈ, સમાજને ત્યાગીને હજારો સાધુઓની સંગતમાં, જેમાના ઘણા ૨૦-૩૦ વર્ષની ઉંમરે સાધુ-સાધવી બન્યા હોય તેમને જોડાય છે. જે વડીલો એકલા હોય, વિધવા કે વિધુર હોય તેમને માટે શક્ય બને, અને ભારતના કેટલાક ભાગમાં જ્યાં સમાજ આવા સંત પુરુષ અને સ્ત્રીઓને માન-સન્માન આપે છે ત્યાં શક્ય બને. પરંતુ દુનિયાના બીજા ભાગમાં આ કોઈ ન સમજી શકે કે ન અપનાવી શકે.

કેટલાક હિન્દુઓ જેમણે ૭૨ વર્ષમાં પ્રવેશ કર્યો છે તેમણે મને પૂછ્યું છે કે તેમણે બાકીના વર્ષમાં શું અલગ કરવું જોઈએ? મારી સલાહ એ માત્ર છે કે જે ધાર્મિક પ્રવૃતિઓ તમે પહેલેથી જ પાળતા હોવ તેને વધુ તીવ્ર બનાવો. જો તમે રોજ ની પૂજામાં ૩૦ મિનિટ કાઢતા હોવ તો એક કલાક કરો. જો તમે અડધા કલાક માટે ધ્યાન ધરતા હોવ તો તેને એક કલાક માટે કરો. જો તમે તીર્થયાત્રા માટે વર્ષમાં ૨ અઠવાડીયા માટે જતા હોવ, તો તેને એક મહીના માટે વધારો. એક વાર આ બધા બદલાવો એક આદત બની જાય, ત્યારે વ્યક્તિ કુદરતી રીતે જ ધાર્મિક પ્રવૃતિમાં વધુ સમય ફાળવશે. ૭૨ વર્ષ પછી જેમ શારીરિક બળ ઓછું થાય ત્યારે, દુનિયાદારી છોડી મનને આંતરિક શોધમાં વાળવાનો સમય બની રહે છે.

મારા ગુરુએ આ ત્રીજા અને ચોથા આશ્રમનું આધુનિક સમય માટે ખૂબ ઉપયોગી વર્ણન આપ્યું: ” કૌટુંબિક ધાર્મિક વ્યક્તિઓ માટે જીવનના પાછલા તબક્કામાં પોતાની સાધના વધારી, સમાજને તેમના અનુભવો, જ્ઞાન અને ડહાપણ જે તેમણે પહેલા બે તબક્કામાં મેળવ્યા છે તે પાછું આપવાનો સમય છે. વાનપ્રસ્થ સમય, ૪૮-૭૨ એ ખૂબ જ અગત્યનો સમય છે, કેમ કે તે વખતે તમે બ્રહ્મચારી વિદ્યાર્થીઓમાં અને કુટુંબીજનોમાં શ્રેષ્ઠતા માટેની પ્રેરણા આપી શકો, એ વાત પર ધ્યાન આપો કે તેમની જીન્દગી જે દિશામાં જવી જોઈએ તે દિશામાં જાય. છેવટે, સન્યાસ આશ્રમ, જેની શરુવાત ૭૨ વર્ષે થાય, તે દરમીયાન જીન્દગીમાં જે આધ્યાત્મિક અનુભવો થયા હોય તેમાં ઉંડા ઉતરી, આનંદ માણવાનો સમય છે.”

Four dynamic stages:
1) As a student, gaining knowledge in math, science and other fields;
2) supporting and raising a family;
3) as a grandparent, semi-retired, devoting more time to religious pursuits and community programs while guiding one’s offspring and their children;
4) as the physical forces wane, withdrawing more and more into religious practices.

image
1. Student, age 12–24
Brahmacharya Ashrama
image
2. Householder, age 24–48
Grihastha Ashrama
image
3. Senior Advisor, age 48–72
Vanaprastha Ashrama
image
4. Religious Devotion, age 72 & onward
Sannyasa Ashrama

Leave a Comment

Your name, email and comment may be published in Hinduism Today's "Letters" page in print and online. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Scroll to Top