PUBLISHER’S DESK
હિન્દુ સાધનાઓનો હેતુ
______________________
ધર્મ, સેવા, પૂજા અને રાજયોગ મનની શુધ્ધિ તરફ લઈ જાય છે, જે તમામ આધ્યાત્મિક પ્રયાસોનો સાર છે.
______________________
સતગુરુ બોધિનાથ વેલનસ્વામી
Read this article in:
English |
Hindi |
Tamil |
Spanish |
Gujarati |
હિન્દુ સાધનાઓના વર્ણનમાં અવારનવાર, પ્રક્રિયાઓ ની સમજણ કે તેના મૂળ હેતુનો ઉલ્લેખ ભાગ્યે જ થતો હોય છે. પ્રાચીન સમયમાં એમ ચાલી શક્યું પરંતુ આજે અનુયાયીઓ સાધનાઓના કારણો અને તેની ઉંડી સમજની માગણી કરે છે. ચાર પરંપરાગત સાધનાઓ આપણી તપાસને રજૂ કરી શકે.
૧) હિન્દુઓને ધર્મનો આદર અને અધાર્મિક પ્રવૃતિઓ જેમ કે બીજાને ઈજા પહોંચાડવી, ચોરી કરવી અને ખોટું બોલવું, આ બધાથી દૂર રહેવાનું શીખવાડવામાં આવે છે.
૨) નિયમિત નિસ્વાર્થ સેવા કરવી
૩) ઘરમાં રોજ પૂજા કરવી કે તેમાં હાજરી આપવી અને અઠવાડીયે ઍક વાર નજીકના મંદિરમાં જવું
૪) રાજ યોગની તાલીમ જેમાં ઉંડા ધ્યાનનો સમાવેશ થાય છે, ઍ જેઓ ધાર્મિક છે તેમનો દૈનિક અભ્યાસ છે.
શા માટે આ અભ્યાસ અગત્યનો છે? પશ્ચિમના ધર્મોમાં ધાર્મિક સાધનાઓનું મહત્વ એ છે કે તે સાચો માર્ગ દર્શાવે છે જે તેના અનુયાયીઓને સ્વર્ગમાં લઈ જાય છે. પરંતુ હિન્દુ ધર્મ અને બીજા પૂર્વના ધર્મોમાં અભ્યાસ આ કારણને લીધે અગત્યનો નથી.
આ પ્રશ્નના જવાબની શરુવાતમાં, ચાલો આપણે હિન્દુ ધર્મની મુળભુત માન્યતાની તપાસ કરીએ: મનુષ્યની સહજ દિવ્યતા. ગુરૂદેવ શિવાય સુબ્રમુન્યસ્વામીએ તેને સુંદર રીતે વ્યક્ત કરી :” આ ક્ષણે અંદરથી આપણે પરિપૂર્ણ છીએ, અને આપણે માત્ર આ પૂર્ણતાને શોધી તેને અમલમાં મૂકવાની છે સંપૂર્ણ બનવા માટે. આ શરીરમાં આપણે જન્મ આપણી દિવ્ય સમર્થતામાં વિકાસવા અને ખીલવા માટે લીધો છે. આપણે અંદરથી ઈશ્વર સાથે ઍકરૂપ છીએ. આપણો ધર્મ આ ઍકરપતાની અનુભુતિ માટેનો પંથ બતાવે છે અને માર્ગમાં આવતા બિનજરૂરી અનુભવોને કેવી રીતે દૂર રાખવા તેનું જ્ઞાન આપે છે.”
એક અનુરૂપ ઉદાહરણ આ વિચારને સ્પષ્ટ કરશે. કલ્પના કરો કે એક તળાવમાં મોટી સોનાની લગડીઓ તેના તળીયે છે. જો ઉપરની પાણીની સપાટી પર પવનને લીધે તરંગો પેદા થાય અથવા તો જો પાણી કાદાવ કે પ્રદુષણથી ડૉળુ હોય તો આપણે સોનાની લગડીઓ જોઈ ન શકીએ. સોનાની લગડીઓ આપણા અન્તરાત્માનુ પ્રતીક છે, પાણીની સપાટી ઉપરના તરંગો એ આપણું બૌધ્ધિક મન અને ડૉળુ પાણી એ આપણાં વાસના ચિત્તની અપવિત્રતાનું પ્રતીક છે. આપણા અન્તરાત્માની અનુભુતિ અને તેની ઈશ્વર સાથેની ઍકરુપતાના અનુભવ માટે, આપણી બુધ્ધિ શાંત અને મન પવિત્ર હોવું જરૂરી છે. આપણે સંવેદનશીલ અને વનમ્ર નિરીક્ષક થવું જરૂરી છે.
આ ઉદાહરણ આપણા પ્રશ્ન “હિન્દુ સાધનાઓનું શું મહત્વ છે?” તેનો જવાબ આપે છે. મન ઉપરની તેની અસર થકી તેનું મહત્વ છે. આ અસર ત્રણ પ્રકારની છે. ૧) મનની શુધ્ધિ ૨) તે બુધ્ધિને શાંત કરે છે. ૩) અને તે અહંકારને આધ્યાત્મિકતા તરફ વાળે છે, જેનાથી છેવટે આપણે આપણી દિવ્યતાનો અનુભવ કરી શકીએ. અહીં હું માત્ર પહેલા દ્રષ્ટિબિંદુ ઉપર ધ્યાન આપીશ, પરંતુ એ વાત ધ્યાનમાં રહે કે બીજા બન્ને એટલા જ અગત્યના છે આધ્યાત્મિક વિકાસ અને પ્રયત્નો માટે.
હિન્દુ ધર્મનો જ્ઞાનકોષ (ભારત હેરિટેજ રીસર્ચ ફાઉંડેશન) જણાવે છે,: “શુધ્ધિ ઍટલે સફાઈ અને ચિત્ત ઍટલે માનસ. ચિત્ત શુધ્ધિ એ કદાચ બધા આધ્યાત્મિક પ્રયત્નોનું સત્વ છે.” શુધ્ધિ એ આપણા વાસના ચિત્તમાં પડેલી છાપ, જેને સંસ્કાર કહેવાય જે આ જન્મ કે પૂર્વ જન્મમાં કરેલા ખોટા કાર્યો અને ત્રાસદાયક અનુભવોને લીધે હોય છે, તેને મનમાંથી કાઢવી અથવા તેનો ઉકેલ લાવવો. ઍ વાતનું ધ્યાન આપો કે સામાન્ય રીતે સંસ્કાર શબ્દનો ઉપયોગ ધાર્મિક વિધિ માટે થાય છે જે જીવનની અગત્યની અવસ્થાઓના ઉલ્લેખમાં થાય છે, જેમ કે લગ્ન-વિવાહ સંસ્કાર. આ ધાર્મિક સંસ્કાર ઍક ઉંડી અને હકારાત્મક છાપ વ્યક્તિના મન પર પાડે છે, કુટુમ્બ અને સમાજને તેમના સભ્યોના જીવનમાં આવતા પરિવર્તનની જાણ કરે છે અને દિવ્ય લોકમાંથી આશિર્વાદ પ્રાપ્ત કરે છે. અહીં, સંસ્કાર શબ્દનો અર્થ બધા અનુભવોની વાસના ચિત્ત પર છાપ, જે વ્યક્તિના સ્વભાવને સ્વરુપ આપે છે અને જીવનના માર્ગ પર અસર કરે છે.
જ્ઞાનકોષ સમજાવે છે, ” માનસિક અપવિત્રતતા એ સુખ અને દુ:ખ નું મૂળ છે, અને તેથી તે જન્મ અને મરણ ના ચક્ર ને કાયમ રાખે છે. આ ચક્રવ્યુહને તોડી, અને આમ દુ:ખનો અંત લાવવો ઍ હિન્દુ ધર્મ અને આધ્યત્મિક્તાનો હેતુ છે. ચિત્ત શુધ્ધિ આ લક્ષ્યને હાસિલ કરવાનો સૌથી ખાત્રીપુર્વકનો માર્ગ છે.” ચાર સાધનાઓ ઉપર જણાવવામાં આવી છે-ધર્મ, સેવા, પૂજા અને યોગ- તે મનની શુધ્ધિ નીચે વ્યક્ત કરેલા વર્ણન મુજબ કરે . છે.
ધર્મ: ધર્મનું પાલન અને અધાર્મિક કાર્યો પર નિયંત્રણ, જેમ કે બીજાને દુ:ખ પહોંચાડવું, ચોરી કરવી, જૂઠું બોલવું તેનું આચરણ એ ખાતરીપુર્વક જણાવે છે કે આપણે મનની પવિત્રતા વધારી રહ્યા નથી.
સેવા: જે કર્મયોગ તરીકે પ્રખ્યાત છે, સેવા એ માનસિક અપવિત્રતાને ઘટાડવાનું એક ખૂબ ઉપયોગી હથિયાર છે. આદી શંકરે વિવેક ચૂડામણીમાં જણાવ્યું: ” કામ એ મનની શુધ્ધિ માટે છે, નહીં કે સત્યના અનુભવ માટે. સચ્ચાઈ ની અનુભુતિ એ ભેદભાવની સમજ દ્વારા થાય છે, નહીં કે સેંકડો કાર્યો દ્વારા.” મારા ગુરુએ તેમના અનુયાયીઓને દર અઠવાડીએ ચાર કલાક સેવા કરવા કહ્યું-ખાસ કરીને જેમાં બીજા લોકોની મદદ પર ધ્યાન અપાતું હોય. તમે બીજાની મદદ દ્વારા તમારા પોતાના મંનના અરીસાની છાપને ભૂસીને સાફ કરો છો. સ્વાર્થી, આત્મકેન્દ્રી અને અહંકારી નીચા સ્વભાવની છાપો જે ઘણા જન્મો દરમીયાન પેદા થઈ છે, જે આત્માને અંધકારમાં પૂરી રાખે છે તેને સેવા દ્વારા દૂર કરવાને આપણે કર્મ યોગ કહીએ.
અમારો પોતાનો હિન્દુ શબ્દકોષ જણાવે છે,” વાસનાઓ એ ઓળખી ન શકાય તેવું માનસિક વલણ અને આદતો છે, જે ગતિ આપતા બળની જેમ, વ્યક્તિની મનોવ્રુત્તિ અને ભવિષ્યના કાર્યોને રંગી તેને પ્રેરણા આપે છે. અને આમ તે માનસિક અસ્થિરતામાં ફાળો આપે છે જેને વૃત્તિ કહેવાય.” જ્યારે બે સંસ્કાર સાથે ભળે ત્યારે વાસનાનું નિર્માણ થાય, એક એવું સંયોજન જે દરેક વ્યક્તિગત અનુભવની છાપ કરતા વધુ પ્રબળ હોય છે. સ્વામી હર્ષનન્દ, કન્સાઇસ ઍન્સાઇક્લોપીડિયા ઓફ હિન્દુઇસમમાં લખે છે: “વાસના એ મન પર પડેલી ઉંડી છાપ છે. એ ઍટલી પ્રબળ છે કે જ્યારે તે મનમાં જાગૃત થાય ત્યારે વ્યક્તિ પરિણામ વિશે વિચાર્યા વગર કાર્ય કરવા પ્રભાવિત થઈ જાય છે.” વાસના હકારાત્મક કે નકારાત્મક હોઈ શકે. આમ, ખરેખર, આપણે સેવા દ્વારા નકારાત્મક વાસનાઓને ઢીલી પાડવી છે.
પૂજા: આપણી ત્રીજી મુળભુત સાધના, જે મંદિરમાં અને ઘરના પૂજાના ઓરડામાં પૂજાપાઠમાં હાજરી આપવાથી આપણા મનની શુધ્ધિ પ્રાણની આપ-લે દ્વારા કરે છે. પુજાપાઠ અને અગ્નિ હોમ ના આ પાસાની ખાસ ચર્ચા નથી થતી. પૂજા એ ઈશ્વરને પ્રાણ આપવાની પ્રક્રિયા છે જે ફળ, પ્રસાદ, પાણી, અગરબત્તી, સુગંધીદાર ફૂલો અને દૂધ ની આહુતિ દ્વારા થાય છે. પછી, અંતિમ આરતી દરમીયાન, ઈશ્વર અને તેના મદદગાર દેવો, આ પ્રાણનું દરેક ભક્તના તેજપુંજમાં પરાવર્તન કરે છે, તેમના વાસના ચિત્તને પવિત્ર કરે છે. ભક્ત આમ આશીર્વાદ લઈ, માનસિક બોજથી છુટકારો પામી ઉન્નતિ પ્રાપ્ત કરે છે.
જયેન્દ્રપુરી મહાસ્વામિ જે કૈલાસ આશ્રમ, બેંગ્લોરમાં છે તેમના ત્રણ પૂજારીઓઍ એક વિધીસરનો અગ્નિ હોમ અમારા હવાઈના મંદિરમાં કર્યો. તે પછી સ્વામીશ્રીઍ ક્હ્યું,: “અગ્નિ એ અગ્નિ દેવના પ્રતિનિધિ તરીકે, આહુતિના શુધ્ધ સ્વરૂપને ઈશ્વર સુધી પહોંચાડે છે, જે તેના પ્રાણનો જે હાજર હોય તેને આશીર્વાદ આપવામાં ઉપયોગ કરે છે. આવા આશીર્વાદની અસર જીવનમાં પરિવર્તન લાવી શકે.” જેમ કે ગુરૂદેવે કહ્યું: ” આપણા ઈશ્વરના મહાન મંદિરોમાંથી મળતા દર્શન દ્વારા ઘણા જન્મોના કર્મો ધોવાઈ જાય, જેનું સેંકડો વર્ષો પહેલા નિર્માણ થયું હોય અને જે બીજરૂપે હજુ બાકી રહ્યા હોય, અને ભવિષ્યમાં ઉદભાવવાની શક્યતા ધરાવતું હોય તેને સાફ કરી સ્પષ્ટ કરે છે. ઈશ્વર કૃપા દ્વારા, આ બીજનો નાશ થઈ શકે જો તેનો ભવિષ્યમાં થતો ઉદ્ભ્વ એ વ્યક્તિના આત્માના વિકાસને તીવ્ર ન બનાવવાનો હોય.”
રાજ યોગ : ઋષિ પાતાંજલી રાજયોગની શુદ્ધિકરણ પરની ક્ષમતાના ખૂબ વખાણ કરે છે, તેમના યોગસૂત્રમાં ” જ્યારે અષ્ટાંગ યોગનો અભ્યાસ થાય, ત્યારે અપવિત્રતા ઘટે, અને તેજસ્વી જ્ઞાન ખીલે, જેનાથી આધ્યાત્મિક વિવેક અને તફાવતની સમજ આવે છે.” એ ખાસ કરીને સંયમ, તપ (જે બીજા અંગ નિયમનો ભાગ છે) તેની શુધ્ધિકરણ પરની અસરને મહત્વ આપે છે. તિરૂવાલલુવાર નું તિરૂકુરાલ સમજાવે છે: “જેમ ભઠ્ઠીની આગ સોનાને તેજસ્વી બનાવે છે, તેમ તપના દુ:ખને ભોગવવાથી આત્માની શુધ્ધિ થઈ તે તેજસ્વી બને છે.” આ વાક્ય આપણને હિમાલયની એકાન્ત ગુફામાં મીત્યાહાર કરી કે ઠંડા બરફના પાણીમાં નાહતા યોગીઓની યાદ અપાવે છે. જો કે તપ માટે આવા તીવ્ર અભ્યાસની જરૂર નથી, તેમાં આસાન જે બધાથી થઈ શકે તેવા અભ્યાસનો પણ સમાવેશ થાય છે.
તપનું એક સરળ રૂપ છે બલિદાન, મનગમતી વસ્તુનો ત્યાગ-એ પૈસા, સમય કે ભૌતિક વસ્તુ હોય- કોઈ સારા કાર્ય માટે. ત્યાગ, જે દાનની સમાન છે, તેમાં ઍક પ્રકારનો પરોપકાર માટેનો ત્યાગ સમાયેલો છે અને તેથી અલગ તરી આવે છે. મારું ગમતું ઉદાહરણ છે કે ઍક દિવસ ઉપવાસ કરી, પૈસા બચાવી કોઈ હિન્દુ સંસ્થાને આપવા, અને શોખીન, ખૂબ ખર્ચો કરી રજા માણવાને બદલે ઓછા પૈસા વાપરીને પૈસા બચાવી તેનું દાન કરવું.
કુકર્મો માટે પ્રાયશ્ચિત કરવું ઍ બીજી જાતનું તપ છે. આ ૧૦૮ સાષ્ટાંગ દંડવત્ પ્રણામ મંદિરમાં ભગવાનની મૂર્તિની સામે કરવાથી થાય, મંદિરની ફરતે દંડવત્ પ્રણામ કરી ચાલવાથી, અને કવડી- જે ભગવાન મુરુગન્ / કાર્તિકેય ને સમર્પિત થાય છે. ગુરૂદેવ વિશેષમાં કહે છે, ” સંયમન એ અગ્નીમાં લીધેલું સ્નાન અને તેજસ્વી વીજળીના વરસાદ સમાન છે, જે આતમશુધ્ધિ કરી પુર્વ જન્મોં અને આ વર્તમાન જીન્દગીનો કચરો, જેણે આત્માને અજ્ઞાન, શંકા, ક્રુરતા અને સનાતન ધર્મના સત્ય પ્રત્યેની સાશ્વત અજાણતામાં રાખે છે.”
આપણે એ સચ્ચાઈમાં આનંદ માણીયે કે હિન્દુ સાધનાઓ જો સારી રીતે અમલમાં મૂકવામાં આવે તો તે આપણા મન પર અસર કરે છે અને આપણી ચેતનાનું રૂપાંતર કરી શકે. આમ, ચિત્તની શુધ્ધિ, સ્થિર બુધ્ધિ અને આધ્યાત્મિક વ્યક્તિત્વ દ્વારા આપણી વૃધ્ધિ અને વિકાસ થઈ છેવટે આપણા આત્માના સ્વભાવ અને તેની ઈશ્વર સાથેની ઍકરુપતાનો અનુભવ કરાવે છે. અમારા પરમગુરુ શ્રીલંકા ના યોગસ્વામીએ આ પ્રક્રિયાને આમ વર્ણવી:” જ્યારે દુન્વયી સ્નેહ્બન્ધન અને મનની અપવિત્રતા દૂર થાય, ત્યારે આત્માદર્શન થઈ શકે.”