શરણાગતિ બધા યોગ માટે કેન્દ્રીય છે

|
English

|

Hindi

|
Marathi

|

Spanish
|
Gujarati

|

શરણાગતિ બધા યોગ માટે કેન્દ્રીય છે

ઍ કદાચ એક વિશ્વની મહાન વિપરીતતા છે કે આપણા અમર આત્માને પ્રાપ્ત કરવા માટે આપણે આપણા વ્યક્તિગત સ્વત્વનો ત્યાગ કરવો પડે છ



સતગુરુ બોધીનાથ વેલનસ્વામી


જે લોકો ધાર્મિક નથી તેઓ સ્વ-પ્રયાસ દ્વારા જીવનમાં તેમના ધ્યેય સિદ્ધ કરવા તરફ પ્રગતિ કરે છે. તેઓ જે કંઇ પણ પરિપૂર્ણ કરે છે, તેમના પ્રમાણે, તે તેમની મેહનતનુ પરિણામ છે. ધાર્મિક લોકો તેમના જીવનમાં દિવ્ય દળોની સહાયતા ધરાવે છે. બૌદ્ધવાદમાં પણ, જે કોઈ સર્વોચ્ચ અસ્તિત્વમાં માનતો નથી છતાં ઉચ્ચતમ સત્તામાં આત્મસમર્પણ કરવાની માન્યતા છે, જેથી અનુયાયીઓ ભગવાન બુદ્ધ, ઉપદેશો અને ભાઈચારામાં આશરો લે છે. ધાર્મિક વ્યક્તિ સ્વયં-શરણાગતિ, નમ્ર સંમતિથી અથવા ઈશ્વરમાં આશ્રય લઈ તેમના જીવનમાં આશીર્વાદોને આમંત્રિત કરે છે.

દૈવી સમક્ષ આત્મસમર્પણ કરતા પહેલાં, મનુષ્યની સ્વતંત્રત ઇચ્છા જે તેના સહજ સ્વભાવની અભિવ્યક્તિ છે, તે ઈચ્છાઓ પૂરું કરવા પર કેન્દ્રિત કરે છે, જે ઘણી વખત તેમને વિશ્વમાં વધુ ફસાવતા રહે છે. જો તે પ્રકૃતિની ઇચ્છાઓ તોડવામાં આવે અથવા તેમના લક્ષ્યો હાંસલ કરવામાં નિષ્ફળ જાય, તો પ્રતિક્રિયા ઘણી વાર નિરાશા અને ગુસ્સાની હોય છે. ભય અને ચિંતાનો પણ સામાન્ય રીતે અનુભવ થાય છે. ભક્તો, જેમણે ઇશ્વરમાં સમર્પણ કર્યું છે, ભગવાન એક વ્યક્તિ તરીકે, તેઓ ગુસ્સે થતા નથી અથવા ભય કે ચિંતા વ્યક્ત કરતા નથી. મારા ગુરુદેવએ લખ્યું કે, જ્યારે મુશ્કેલ સમય આવે ત્યારે તેઓ જાણે છે કે આ તેમના સંચિત અને  મુશ્કેલ કર્મોનું ફળ છે અથવા ઍક નવી દિશા ખૂલી છે. તેઓ જાણે છે કે આવા સમયે તેઓ સભાનપણે તેમના સ્વતંત્ર, સહજ ભાવનાકારી સ્વભાવને અર્પણ કરશે અને દૈવી ઘટનાઓ સામે લડશે નહીં, પરંતુ દૈવી ઇચ્છા તેમના જીવનનું માર્ગદર્શન બનશે.

ભક્તિ યોગમાં ધાર્મિકતા

હિન્દુ ધર્મના આત્મસમર્પણને જોતાં, ભક્તિ યોગ વિષે પ્રથમ વિચારવું સ્વાભાવિક છે. હકીકતમાં, ભક્તિ યોગ માટે વૈકલ્પિક શબ્દ શરણગતિ યોગ છે, સ્વ-શરણાગતિનો યોગ. આ ભક્તિમય શિસ્ત, ઉપાસના, પ્રાર્થના, કીર્તન અને ગાઈને હૃદયમાં જાગૃત પ્રેમ દ્વારા પોતાને ઈશ્વરકૃપા માટે લાયક બનાવે છે. આવા વ્યવહાર મંદિર, પ્રકૃતિ અને ઘરના મંદિરમાં કરવામાં આવે છે. ભક્તિ યોગ ભાઈચારો માગે છે અને ઈશ્વર સાથે નજીકથી સંબંધ ધરાવે છે, પ્રેમ, નિઃસ્વાર્થ અને શુદ્ધતા જેવા ગુણો કે જે આવા સંબંધો શક્ય બનાવે છે.

હિંદુ ધર્મમાં, આ સિદ્ધાંતોથી આત્મા ઈશ્વરની નજીક આવે છે. વૈષ્ણવ પંથમાં, ભક્તને ભગવાન સાથેના પાંચ સ્તરનાં સંબંધો દ્વારા પ્રગતિ કરતો જોવામાં આવે છેઃ તટસ્થતા; ગુલામી, મિત્રતા, સ્નેહ ની લાગણીઓ, અને પ્રેયસી. જીવ અને શિવ વચ્ચેના સંબંધો માટે શૈવ પંથમાં આવા સમાન ઉદાહરણ છે. અંતિમ તબક્કાને પ્રપતિ અથવા આત્મનિષ્ઠા કહેવામાં આવે છે, જે ભગવાનમાં બિનશરતી શરણાગતી છે.

મારા ગુરુ, શિવાય સુબ્રમુનિઆસ્વામીએ કહ્યું છે: તમે કદાચ ઍવો પ્રશ્ન કરો કે તમે જે જોઇ શકતા નથી તેને તમે કઈ રીતે પ્રેમ કરી શકો. ઈશ્વર ને આંતરિક પરિચય દ્વારા પરિપક્વ આત્મા દ્વારા જોઈ શકાય છે. આ માનસિક જાગૃતિ એ ધર્મ પ્રત્યેની પ્રથમ દીક્ષા છે. દરેક હિન્દુ ભક્ત ભગવાનને સમજી શકે છે, ભલે તે હજી સુધી અંદરથી તેમને જોઈ શકતા નથી. સૂક્ષ્મ લાગણી સ્વભાવ દ્વારા આ શક્ય છે. તે મંદિરની અંદર ભગવાનની હાજરીને અનુભવી શકે છે, અને તે પરોક્ષ રીતે તેમના જીવનમાં તેમનો પ્રભાવ જોઈ શકે છે.

કર્મ યોગમાં ભક્તિ

આમ તો મોટાભાગના વિવેચકો ઍ વાતથી સહમત થાય છે કે શરણાગતિ ભક્તિ યોગની મધ્યસ્થતા છે, પરંતુ બહુ થોડા લોકો કર્મ અને રાજ યોગમાં તેના મહત્વને સ્વીકારે છે. કર્મ યોગ એ સેવા અને પવિત્ર  કાર્યનો માર્ગ છે. તેના ગંભીર અર્થમાં, બધી ક્રિયાઓ આધ્યાત્મિક ,વલણમાં થાય છે કારણ કે તે ઈશ્વરને પ્રદાન છે. તેના જીવંત અભિવ્યક્તિઓ તરીકે બધા માણસોની સેવા કરવાથી ભગવાનની પૂજા થાય તેવી કલ્પના કરી શકાય છે. સંસ્કૃતમાં ઇશ્વરના અર્પણ બુદ્ધિ તરીકે ઓળખાતી કલ્પના, તમામ ક્રિયાઓન ફળ, ભગવાનની સેવા તરીકે શરણે ધરવામાં આવે છે.

સામાન્ય રીતે કર્મ યોગ એક મંદિર અથવા આશ્રમ ખાતે કરવામાં આવે છે, પરંતુ તમારા જીવનમાં સેવાને વિસ્તારવી, જેમ કે તમારા કાર્યસ્થળે અન્ય લોકોને મદદ કરવી, અપેક્ષિત ઉપરાંત, સ્વેચ્છાએ અને ફરિયાદ વગર. ગૌરવને રોકવા અને નમ્રતા વધારવા માટે ઘર, મંદિર અથવા આશ્રમમાં નજીવા કાર્યો કરવાનું એક અસરકારક માર્ગ છે. વ્યવહારીક રીતે કહીએ તો, તેમાં વાસણો ધોવા, કપડા ધોવા, રસોડા અને સ્નાનગૃહની કાળજી રાખવી, બગીચામાં કામ કરવું, બારીઓ ધોવા અને રસ્તા સાફ કરવાનો સમાવેશ થાય, પ્રશંસાની અપેક્ષા વગર.

ભગવાન સુધી પહોંચવાનાં હેતુથી કામ કરવાથી કુદરતી રીતે ઍ સાપેક્ષતા  તરફ દોરી જાય છે કે દરેક કાર્ય ભગવાનને અર્પણ છે. દરેક કૃત્ય, સૌથી મોટું કે સૌથી નાનું, એક પવિત્ર વિધિ બની જાય છે. કાર્ય પૂજા છે સમગ્ર જીવન પવિત્ર છે અને બિનસાંપ્રદાયિક અને આધ્યાત્મિક વચ્ચેનો સંઘર્ષ મટી જાય છે.

કર્મ યોગ આખરે ઍ અનુભૂતિ તરફ દોરી શકે છે કે બ્રહ્માંડ ભગવાનની બધી ક્રિયા છે. આ સૂઝ માત્ર ક્રિયાના ફળનો ત્યાગ કરવાની જ નહી  પણ કર્તા હોવાની ભાવનાને પણ સમર્પિત કરે છે. ગુરુદેવ આ અંગેની સમજ આપે છે: આત્માને વાસ્તવિકતાના બિંદુ તરીકે રાખવાથી નહીં કે ભૌતિક વસ્તુઓમાં, જીવન બળનો પ્રવાહ જે સતત નસોમાં વહે ત્યારે, તમે વાસ્તવમાં જોઈ શકો છો કે તમે શિવના કોસ્મિક નૃત્યના ભાગ રૂપે શું કરી રહ્યા છો, તમે અને તમારા દ્વારા શિવની ઊર્જા વહે છે. પરમગુર યોગસ્વામીએ તેમના ચાર મહાન ઉપદેશોમાંથી એકમાં તેને મૂકી દીધું: શિવ તે બધું કરી રહ્યા છે.

રાજા યોગમાં ભક્તિ

શરણાગતિની રાજ યોગમાં ભાગ્યે જ જગ્યા હોય છે, ઍમ પતંજલિએ તેમના યોગ સૂત્રમાં નોંધ્યું છે. રાજ યોગ ની શરુવાત થાય છે નૈતિક અંકુશો અને ધાર્મિક વિધિઓથી,  ત્યાર બાદ એકાગ્રતા, ચિંતન અને ચિંતનના સઘન ઊંડાણનો સમાવેશ થાય છે. સમાધિ એ યોગનું ધ્યેય છે, ધ્યાન કરનાર અને ધ્યાનની વસ્તુ વચ્ચેની એકતા, અને ભગવાન તરફ આત્મસમર્પણ, જે ઇશ્વરને પ્રાપ્ત કરવાની ચાવી છે. પતંજલિ એને ઇશ્વર પરિધાન કહે છે, પાંચમો આવશ્યક નિરીક્ષણ (નિયમ), ઇશ્વરની અનંત પૂર્ણતા માટે આપણી મર્યાદિત આત્મ-ઓળખની શરણાગતિ, યોગ ઉપદેશોના સ્ત્રોત તરીકેની વાત કરે છે. આ શરણાગતિ એ ભગવાનની પૂર્ણતાની સ્વીકૃતિ છે અને તેના દ્વારા પ્રભાવિત થવા માટેની અમારી ઇચ્છા જ્યારે આપણે યોગ પથ પર પ્રગતિ કરીએ ત્યારે. આપણે યોગના આદિ (પહેલા) ગુરુની કૃપાથી, દૈવી આશીર્વાદ, શાણપણ અને આખરે ઍકતા અને સમાધિ મેળવીએ છીએ. ઇશ્વર પરિધાનના વિકાસ પહેલાં, યોગની પ્રગતિ સ્વ-કેન્દ્રિત છે. આપણને લાગે, હું મારા પ્રયત્નો અને અવલોષણ દ્વારા યોગિક પ્રગતિ કરી રહ્યો છું. ઇશ્વર પરિધાન આપણા પ્રયત્નોને વધારી ઈશ્વર પ્રત્યે વિશ્વાસ કરાવીને દૈવી કૃપા જેને સમાધી કહે છે તે તરફ લઈ જાય છે.

સ્વામી હરિહરાનંદ  અરન્યએ પતંજલીની વિચારસરણીનો અર્થઘટન કર્યો: ઈશ્વર પર મનન કરવાથી  ઍક મુક્ત મનુષ્ય તરીકે, સામાન્ય રીતે મન પણ શાંત બની જાય છે અને તે કેન્દ્રિત રહે છે. આવી એકાગ્રતા દ્વારા પ્રાપ્ત થયેલા જ્ઞાનથી યોગિનની આધ્યાત્મિક જરૂરિયાતો પૂરી થાય છે. ચાલો શાળામાં કસોટી લેવા સાથે આની તુલના કરીએ. જો તમે ફક્ત જાતે અભ્યાસ કરી અને પરીક્ષા લેવા માંગતા હો, તો તમને B + મળશે. જો કે, પ્રામાણિક પણે ભગવાનના આશીર્વાદો મેળવી, તમે વધુ સારી રીતે કરો અને A કમાવો છો. બધા જટિલ ક્ષેત્રોમાં, કોઈ વ્યક્તિ ફક્ત તેના પોતાના પ્રયત્નોથી મર્યાદિત અંતર કાપી  શકે છે. કોઈપણ શિસ્તને ખરેખર માસ્ટર કરવા માટે, યોગ્ય શિક્ષક અથવા કોચની જરૂર છે. રાજ યોગના તેના પૂર્વજ અને પહેલા ગુરુ, ઇશ્વર કરતા સારા શિક્ષક કોણ છે? પોતાના શિક્ષક તરીકે ઇશ્વરને લઈને ઇશ્વર પરિધાનનો અભ્યાસ કરવામાં આવે છે.

મારા ગુરુએ ધ્યાનમાં ખૂબ આગળ વધેલા લોકો કેવી રીતે સ્વ-શરણાગતિનો વ્યવહાર કરે છે તેનું સુંદર વર્ણન કર્યું, જેઓ પરમેશ્વરની સંપૂર્ણ સ્થિતિ (શિ) અને દેવતાઓ સર્વવ્યાપી સભાનતા(વા) અનુભવે છે: જ્યારે વ્યક્તિગત સભાનતામાં હોય ત્યારે તેઑ કહે છે, શિવ ની ઈચ્છા પ્રમાણે બધું થશે, આ તેમની નવી અને સૌથી શુદ્ધ સાધના જે છેલ્લી દુન્વયી વ્યક્તિગતતા ને છોડી પોતાની અંદરના અમર્યાદિત શક્તિઓ ના સંગઠનમાં શરણાગતી કરાવે છે. આનું ઍક મંત્ર તરીકે રટણ કરે છે જ્યારે તે દુનિયામાં જે કઈ જુવે છે અને સાંભળે છે. પરંતુ જ્યારે આંખો અને કાન બંધ હોય ત્યારે ઈચ્છા ને પરિવર્તીત કરીને તેના બળ દ્વારા  વા અને શિ અને શિ અને વા ની સમાધિમાં ભળી જાય છે, વાસ્તવિકતાને વ્યક્તિગતતા તરીકે અને વ્યક્તિગતતા ને વાસ્તવિકતા તરીકે અનુભવે છે.

આમ આપણે જોયું, શરણાગતિ ત્રણ મુખ્ય યોગમાં હોય છે: ભક્તિ, કર્મ અને રાજ. ત્રણેય શાખાઓના સૌથી ઊંડા સિદ્ધાંતોને સમજવા માટે તેની ભૂમિકા કેન્દ્રસ્થાને છે. તે કદાચ એક વિપરીતતા છે કે આપણા અમર આત્માને પ્રાપ્ત કરવા માટે આપણે આપણા વ્યક્તિગત સ્વને છોડી દેવો પડે છે.

Leave a Comment

Your name, email and comment may be published in Hinduism Today's "Letters" page in print and online. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Scroll to Top